The Weather Channel

હવામાન સેવાઓ પૂરી પાડનાર તરીકે The Weather Channel

કેમ છો! weather.com વેબસાઇટ, The Weather Channel મોબાઇલ એપ્લિકેશન, અને અન્ય હવામાન લગતી એપ્લિકેશબનો The Weather Channel ની માલિકીની છે અને તેને પ્રકાશિત કરે છે. પરંતુ ક્યારેક, The Weather Channel અમારી હવામાનની જાણકારી અન્ય કંપનીઓને પૂરી પાડે છે કે જેઓ તેમની પોતાની વેબાઇતો, મોબાઇલ એપ્લિકેશનો અને એપ્લિકેશનોમાં તમને હવામાનની માહિતી પૂરી પાડે છે. આ પૃષ્ઠ એ બાબતની સમજ આપે છે કે આવી ચોક્કસ પરિસ્થિતિઓમાં The Weather Channel કેવી રીતે તમારા ડેટાનો કેવી રીતે ઉપયોગ કરે છે. અન્ય કંપનીની વેબસાઇટ, મોબાઇલ એપ્લિકેસન કે અન્ય એપ્લિકેશન દ્વારા વ્યક્તિગત ડેટા એકત્રિકરણ, ઉપયોગ, અને/અથવા શેરિંગને લગતા અન્ય તમામ સવાલો માટે, કૃપા કરીને સબંધિત કંપનીની ગોપનીયતા નીતિની સમીક્ષા કરો.

જો અમને ઝિપ કોડ, શહેરના નામ, અથવા જીઓકોડ્સ (અક્ષાંશ/રેખાંશ) જેવા અમુક ઓળખી શકાય તવા ફોરમેટોમાં અપેક્ષિત સ્થાન આપવામાં આવે તો, The Weather Channel ની ડેટા વિતરણ વ્યવસ્યા અપેક્ષિત સ્થાન માટે આપમેળે હવામાનની માહિતી પૂરી પાડે છે. તમે જે એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોય તેના દ્વારા અમને આપમેળે ડેટા પૂરા પાડવામાં આવી શકે છે, અથવા ટાઈપ કરી શકો અને શોધ મારફત સ્થળ પસંદ કરી શકો છો, તેનો આધાર અન્ય કંપનીએ તેની વેબસાઇટ કે એપ્લિકેશન કેવી રીતે તૈયાર કરી છે, તેના પર રહે છે. કોઈ પણ રીતે, The Weather Channel સ્થળના ડેટાનો ઉપયોગ માત્ર તે સ્થળને લગતી હવામાનની માહિતી પૂરી પાડવા માટે જ કરશે. (મહેરબાની કરીને એ બાબતની નોંધ કરો કે, તેનો અર્થ એવો થતો નથી કે અન્ય કંપનીની વેબસાઇટ કે એપ્લિકેશન તમારા સ્થળના ડેટાનો અન્ય હેતુઓ માટે ઉપયોગ કરતા નથી, આથી વધુ માહિતી માટે અન્ય કંપનીની ગોપનીયતા નીતિ ચકાશો.) જ્યાં જરૂરી લાગે ત્યાં, તમે જે ઓપરેટિંગ સિસ્ટમ (OS), બ્રાઉઝર, અથવા મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા હોય, તે તમારા સ્થળના ડેટાનો ઉપયોગ કરવા માટેની પરવાનગી માગે છે અથવા તમને નોટિસ બતાવે છે કે તમારા સ્થાનનો ડેટા વપરાય રહ્યો છે. આમ થશે કે નહીં તેનો આધાર તમે જે OS, બ્રાઉઝર કે એપ્લિકેશન વાપરી રહ્યા છો તેના પર અને તમે અગાઉ પરવાનગી આપેલ છે કે નહીં તેના પર અથવા તમે અગાઉ નોટિસ જોઈ છે કે તેના પર રહે છે. કૃપા કરીને એ બાબતની નોંધ કરો કે તમે જે OS, બ્રાઉઝર કે એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છો, તેની માલિકી The Weather Channel પાસે ના હોવાથી, તમે શું નોટિસ મેળવશો અને તમારા સ્થાનના ઉપયોગ માટેની પરવાનગી માટે તમે ક્યારે નોટિસ કે વિનંતી મેળવશો, તે અમારા નિયંત્રણમાં નથી.

જેવી રીતે સરનામા વિના લોકો એકબીજાને પત્રો મોકલી શકતા નથી, તેવી રીતે ઇનટરનેટ પર ઉપકરણો IP એડ્રેસ વિના કોમ્યુનિકેટ કરી શકતા નથી. તેના કારણે, અન્ય કંપનીની વેબસાઇટ કે એપ્લિકેશન IP એડ્રેસનો ઉપયોગ કરે છે, જેથી અમે તમારા ઉપકરણને હવામાનની માહિતી પૂરી પાડી શકીએ. જે-તે સમયે તમારા ઉપકરણને આપેલ IP એડ્રેસ અથવા તેમની આંતરિક સિસ્ટમો માટેના IP એડ્રેસોનો ઉપયોગ કરીને અન્ય કંપની The Weather Channel સાથે કોમ્યુનિકેટ કરી શકે છે. કોઇ પણ રીત હોઇ, તમને હવામાનલક્ષી માહિતી પૂરી પાડવા માટે The Weather Channel માત્ર IP એડ્રેસનો જ ઉપયોગ કરશે.

તમે કદાચ વિચારતા હશો કે, "The Weather Channel ની ગોપનીયતા નીતિ મને ક્યારે લાગુ પડે"? The Weather Channel ની ગોપનીયતા નીતિ માત્ર ત્યારે જ લાગુ પડે છે જ્યારે વપરાશકર્તા The Weather Channel પ્રકાશિત અને માલિકીની સાઇટ, મોબાઇલ એપ્લિકેશન કે અન્ય એપ્લિકેશનનો ઉપયોગ કરે.